વિવેકાનંદ
કોલેજ ફોર
બી.એડ.
પ્રસ્તાવના:
અભિનવ
એજ્યુકેશન
ટ્રસ્ટ
સંચાલિત
વિવેકાનંદ
કોલેજ ફોર
બી.એડ., જહાંગીરપુરા, સુરત, વર્ષ
૨૦૦૩ -૦૪ માં
આદર્શ
શિક્ષકોની
જરૂરિયાત અને
માંગને
ધ્યાનમાં
રાખી ને શરુ
કરવામાં આવી, આજે
તે પોતાની
સફળતાના ૧૧
વર્ષ પુરા કરી, કુલ
૧૧૦૦ જેટલા
આદર્શ અને સફળ
શિક્ષકો
સમાજને અને આ ટ્રસ્ટને
આપ્યા છે. આ
કોલેજે ખુબ જ
ટુકા સમયમાં
સમગ્ર
ગુજરાતમાં
ખુબ જ ઉંચી
નામના મેળવી
છે. સહેરની
તદ્દન નજીક
પરંતુ
કુદરતના ખોળે
આવેલી આ કોલેજ
નયનરમ્ય
વાતાવરણ
તાલીમાર્થીઓ
ને શિક્ષણ
માટે પ્રેરે
છે.
અગ્યાર
વર્ષની
પોતાની વિકાસ
ગાથામાં
કોલેજનું
પરિણામ હમેશા ૧૦૦ ટકા જ રહ્યું
છે. અનેક વખત
યુનિવર્સીટીમાં
આ કોલેજના
તાલીમાર્થીઓ
એ ઉચ્ચ ક્રમ
મેળવ્યો છે.
અને ગોલ્ડ
મેડલ પણ
પ્રાપ્ત
કર્યા છે.
સામાજિક પ્રવુંત્તિઓમાં
પણ મહત્વનું
યોગદાન
આપ્યું છે. વિવિધ
સહઅભ્યાસી
પ્રવુંત્તિઓમાં
પણ યુનિવર્સીટી
ક્ષેત્રે તથા
બહારની
કોલેજો અને
સંસ્થાઓમાં
પણ અનેક વખત
ઉચ્ચ ક્રમ
તાલીમાર્થીઓએ
મેળવ્યો છે
અને સંસ્થાનું
નામ રોશન
કર્યું છે.
કોલેજમાં પણ
અનેક વિવિધ
પ્રવુત્તિઓ
દ્વારા
તાલીમાર્થીઓનો
સર્વાંગી
વિકાસ સાધવા
હમેશા
પ્રયત્નશીલ
છે તેનો
સંસ્થાના
ટ્રસ્ટીઓ અને
આચાર્યો ને
ગર્વ છે. જે હેતુથી
આ સંસ્થાની
સ્થાપના કરેલ
તે હેતુ હમેશા
સિદ્ધ થયો છે.
તેથી જ આ
સંસ્થા વીર
નર્મદ દક્ષીણ
ગુજરાત યુનિવર્સીટી
પ્રથમ
નામાંકિત
કોલેજોમાંની આ
એક કોલેજ છે.
બી.એડ.
શું કામ કરવું
જોઈએ ?
(૧)
બી.એડ.
કરવાથી
પોતાના
આત્મવિશ્વાસમાં
વધારો થાય છે.
(૨)
પોતાના
વ્યક્તિત્વમાં
વધારો થાય છે.
(૩)
તેનામાં
શિસ્ત, સંસ્કાર
નું સિંચન થાય
છે.
(૪)
બી.એડ. ની
તાલીમ મેળવી
તે માધ્યમિક, ઉચ્ચતર
માધ્યમિક
શાળાઓમાં એક
શિક્ષક બની શકે
છે તથા
કોલેજના
કોલેજના
આદર્શ
પ્રોફેસર પણ બની
શકે છે.
(૫)
વિદ્યાથીઓને
પડતી
મુશ્કેલીઓ
જાણી શકે છે અને
તેનો ઉકેલ
લાવી તેને
યોગ્ય દિશા
આપે છે.
(૬)
તેનામાં
સ્વાર્થવૃત્તિ
નાશ પામે છે.
(૭)
સમાંજીક્તામિતિ
કેળવાય છે.
(૮)
અભ્યાસક્રમનો
કયો એકમ કઈ
પદ્ધતિથી
શીખવવો તે
કૌશલ્ય
કેળવાય છે.
તેથી વિદ્યાર્થીઓને
અસરકારક
શિક્ષણ આપી
શકે છે.
(૯)
તેનામાં
કૌશલ્ય તથા
વિવિધ
અધ્યાપન
પધ્ધતિનો
વિકાસ થાય છે.
(૧૦)
સફળ
નેતૃત્વના
ગુણોનો વિકાસ
થાય છે.
સ્કોપ :-
(૧) બી.એડ. ની
તાલીમ મેળવી
ઉચ્ચ
પ્રાથમિક ૬ થી
૮ ધોરણમાં
શિક્ષક તરીકે નિમણુક
પામે છે.
(૨) માધ્યમિક તથા
ઉચ્ચતર
માધ્યમિક
કક્ષાએ
શિક્ષક તરીકે
નિમણુક પામે
છે.
(૩) દરેક
સરકારી
શાળાઓમાં
શિક્ષક તરીકે
નિમણુક મેળવવા
માટે બી.એડ. ફરજીયાત
છે.
(૪) વિવિધ
કોલેજો માં
પ્રોફેસરની
નિમણુક મેળવવા
માટે પણ બી.એડ.
ઉપયોગી નીવડે
છે.
(૫) ઉચ્ચ અભ્યાસ
માટે પણ બી.એડ.
ઉપયોગી છે.
(૬) સફળ
આચાર્ય માટે
પણ બી.એડ.
ઉપયોગી છે.
(૭) શંસોધન
કરવા માટે શંસોધન
ને ઉપયોગી છે તેથી
શંસોધન સંસ્થામાં
પણ તે નિમણુક
પામી શકે છે.